Friday, April 19, 2024
HomeGujaratમોરબી : સોમૈયા સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ સ્કોર્પિયો ઝડપાઈ

મોરબી : સોમૈયા સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ સ્કોર્પિયો ઝડપાઈ

મોરબી સોમૈયા સોસાયટીમાં પાર્ક કરેલ સ્કોર્પિયો કાર માંથી ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલો નંગ-૧૨૯ કી.૪૮૩૭૫/- તથા કાર મળી કુલ કિં.રૂ.૨,૪૮,૩૭૫/- નો મુદ્દામાલ પકડી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

 મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃતી પર અંકુશ લાવવા સુચના કરતા એલ.સી.બી. પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં વચ્ચેની શેરીમાં રહેતો ઋષિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા એ પોતાના હવાલા વાળી ગ્રે કલરની મહિન્દ્રા સ્કોર્પિયો કાર નં. GJ-01-HK-0043 વાળી પોતાના ઘરની નજીક શેરીમાં પાર્ક કરેલ છે. જે ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોકકસ બાતમીનાં આધારે સોમૈયા સોસાયટીમાં બાતમી મુજબની સ્કોર્પિયો કાર ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેકડોવલ્સ નં.૧ સુપરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૧૨૯ કી.રૂ. ૪૮,૩૭૫/- તથા સ્કોર્પિયો કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૪૮,૩૭૫/- ના મુદામાલ પકડી પાડી આરોપી વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ. પૃથ્વિરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, પો.કો.ન્સ. વિક્રમભાઇ ફુગસીયા, રણવીરસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!