મોરબી,માળીયા(મી.) અને હળવદ મામલતદાર દ્વારા કર્મચારીઓને શપથ લેવડાવાયા
દર વર્ષે સમગ્ર દેશમાં ર૧ મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે તે અંતર્ગત મોરબી ગ્રામ્ય,માળીયા(મી.) અને હળવદ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા.
આતંકવાદ વિરોધી દિન નિમિત્તે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓમાં આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘ્નકારી શક્તિઓ સામે લડવા માટે એકજુથ બનીને શપથ પણ લેવડાવવામાં આવે છે. આજરોજ મોરબી મામલતદાર ડી.એ.જાડેજા અને માળીયા (મી.) અને હળવદ મામલતદારના અધ્યક્ષસ્થાને કચેરી ખાતે સોશ્યિલ ડિસટન્સના નિયમોનું પાલન કરી શપથ લેવાયા હતા.