મોરબીમાં ભારે વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયુ છે જેમાં વધુ પડતા વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે અરૂનોદય નગર,રામકૃષ્ણ, જનકલ્યાણ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ સમયે ઘરમાં પાણી ઘૂસતા લોકો પરેશાન થયા હતા જો કે આ વિસ્તારના ભાજપના કાઉન્સીલર જયરાજસિંહ જાડેજા લોકો પાસે પહોંચ્યા હતા અને લોકોની વેદના જાણી હતી અને જીસીબી લઈને તમામ લોકોના ઘરમાંથી પાણી કાઢવાની કવાયત શરૂ કરી હતી તો મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર કેનાલ ચોકડી પાસેની સોસાયટીઓમાં આવેલા એપાર્ટમેન્ટમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા હતા જેમાં તંત્રની બેદરકારીના કારણે રવાપર પંચાયતવાળી શેરીમાં આવેલ સન હાઈટ, ગોલ્ડન હાઇટ્સ, સરદાર હાઈટ્સ, શુભમ હાઈટ્સ વગેરે એપાર્ટમેન્ટ તેમજ અન્ય રહેણાક વિસ્તારની શેરી અને સોસાયટીના રસ્તાઓ નદીના વહેણ બની ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે
બીજી બાજુ મચ્છુ ૦૨ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માંળીયા મીયાણા ગામના છેવાડાના ગામડાઓ પ્રભાવિત થયા હતા જેમાં નવાગામ,અંજીયાસર, ફતેપર,વીર વદરકામાં ડેમના પાણી ઘુસ્યા હતા સાથે જ ભારે વરસાદ ના લીધે માળિયાની ઘોડાધ્રોઈ નદી બે કાંઠે થઈ હતી જેના લીધે માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર, ચીખલી અનવ માણબા ગામ જવાના રસ્તા બંધ થયા છે અને તમામ ગામો સમ્પર્ક વિહોણા થયા છે મચ્છુ ડેમના પાણી પણ માળિયાના છેવાડાના ગામોમાં ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને ખાવાના પણ સાંસા પડ્યા છે જેમાં પોલીસે લોકોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા તો અમુક લોકોએ બીજાના ઘરે જ પોતાના જમવાની વ્યવસ્થા કરી હતી ત્યારે મોરબી જીલ્લામાં હાલ જનજીવન ભારે અસ્ત વ્યસ્ત જોવા મળ્યું છે બીજી બાજુ વહીવટીતંત્ર વામણું સાબિત થતું જોવા મળી રહ્યું છે અને જાણે વરસાદે રોડ રસ્તાની સાથે સાથે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પરથી પણ પડદો ઉચકી નાખ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.