મોરબી જીલ્લામાં આરોગ્યની સુવિધાઓનો અભાવ છે ત્યારે પંદર દિવસ પૂર્વે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા માં અમૃતમ કાર્ડ કાઢવા માટે તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ મોરબીમાં આજદિન સુધી કોઈ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી નથી અને અનેક દર્દીઓ અને તેના પરિવાર જનો માં અમૃતમ કાર્ડ કાઢવા ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આ માં અમૃતમ કાર્ડ કાઢવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તેવી દર્દીઓએ માંગ કરી છે.
મોરબીમાં કોરોના એ માથું ઉચકયું હતું એ અરસામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગરીબ વર્ગોને પણ તમામ આરોગ્યની સુવિધાઓ મળે એ માટે માં અમૃતમ કાર્ડમાં સમાવવા જાહેરાત કરી અને જરૂરિયાતમંદ લોકોને તુરંત માં અમૃત યોજના હેઠળ સમાવવા આદેશ કર્યા હતા જેમાં તમામ જિલ્લાઓ માં આ સત્તા ડૉક્ટરોને પણ આપવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લાના સામાન્ય વર્ગના દર્દીઓ હજુ પણ આ મા અમૃતમ કાર્ડ યોજનાથી વંચિત હોવાનું સામે આવ્યું છે જેમાં લોકો માં અમૃતમ કાર્ડ કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે એમ છતાં અધિકારીઓ દ્વારા આ ગરીબોને કોઈ મદદ કરવામાં નથી આવતી અને ધક્કા ખવડાવવા માં આવી રહ્યા છે લોકો મોરબીના છેવાડાના વિસ્તારોમાંથી અમૃતમ કાર્ડ કઢાવવા રોજ રોજ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આ ગરીબોને ક્યારે માં અમ્રુતમ કાર્ડ કાઢી આપવામાં આવશે અને ક્યારે તેઓને આરોગ્યની સુવિધાઓ મળશે એ કહેવું હાલ મુશ્કેલ છે.
મોરબીમાં આ માં અમૃતમ કાર્ડથી ઘણા સામાન્ય વર્ગના લોકો વંચિત રહેલા છે ત્યારે આ બાબતે મોરબી સીવીલ હોસ્પિટલ ના ડોકટરને પૂછતાં તેઓએ ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતાં અને જરૂરિયાત હોય તેને તુરંત માં કાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું રટણ કર્યું હતું પરંતુ જો ખરેખર માં કાર્ડ જરૂરિયાત મંદ લોકોને કાઢી આપવામાં આવે છે તો લોકો કેમ ધક્કા ખાઈ રહ્યા છે કેમ?