મોરબી મીરર દ્વારા હંમેશા લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ સામાન્ય લોકોને કનડગત કરતા તત્વો નો પર્દાફાશ કર્યો છે ત્યારે મોરબી મીરર દ્વારા મોરબી માળીયા નેશનલ હાઇવે પર આડેધડ ટ્રક ચલાવતા ટ્રક નો વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો.
જે વિડિયો મોરબીના કોઈ જાગૃત વાહન ચાલક દ્વારા મોરબી મીરર સુધી પહોંચવામાં.આવ્યો હતો અને જે વિડિયો.મોરબી મીરર પર પ્રસારિત થતા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસ ને આ ટ્રક ચાલકને ઝડપી પાડવા સૂચન આપવામાં આવ્યું હતું જે સૂચન ને પગલે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ ની ટીમે ટ્રક ના નંબર મેળવી શોધખોળ શરૂ કરી હતી અને વિડિયો વાયરલ થયાની ગણતરીની કલાકોમાં ટ્રક ચાલક અનિલ બીજલ ભાઈ બરબસિયા (ઉ . વ.૩૦ રહે. ભગવતી પરા,રાજકોટ મુ.રહે.પીઠડ તા.જોડિયા જી.જામનગર )વાળાને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે ઝડપી પાડી આઈપિસિ ૨૭૯,૩૩૬ અને મોટર વ્હિકલ એક્ટ ની કલમ ૧૭૭,૧૮૪ હેઠળ ગુનો નોંધી કાયૅવાહી હાથ ધરી હતી.