ગુજરાત વિધાનસભાની જુદી જુદી સમિતિઓની રચના તાજેતરમાં કરવામાં આવી હોય જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની બે મહત્વની સમિતિઓ ગુજરાત વિધાનસભા નિયમો અંગેની સમિતિ તેમજ વિધાનસભામાં અપાયેલ ખાતરીઓ અંગેની સમિતિના સભ્યપદે નિમણુક કરવામાં આવી છે.
વિધાનસભા નિયમો અંગેની સમિતિ ખુબ મહત્વની સમિતિ છે જેનું પ્રમુખપદ વિધાનસભાના અધ્યક્ષ પોતે સંભાળતા હોય છે સમિતિના અન્ય સભ્યોમાં સીનીયર સભ્યો અને વિપક્ષના નેતાઓનો સમાવેશ થાય છે ધારસભ્ય બ્રિજેશ મેરજાની નિયમો અંગેની જાણકારી વિધાનસભાના કાયદા-કાનુનના એક અભ્યાસુ તરીકે સૂઝ તેમજ વિધાનસભામાં કોઈપણ વિષયમાં ઊંડા ઉતરીને તલસ્પર્શી અભ્યાસ કરવાની વૃતીએ તેમની નિમણુકમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તે ઉપરાંત વિધાનસભામાં મંત્રી તરફથી અપાયેલ ખાતરીના અમલ માટેની મહત્વની એવી ખાતરી સમિતિમાં પણ તેમને નિમણુક કરવામાં આવી છે ધારાસભ્યે જણાવ્યું છે કે બંને સમિતિમાં સભ્ય તરીકે પસંદગી થતા મોરબીનું ગૌરવ વધ્યું છે અને તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી જવાબદારી નિભાવશે તેમની નિમણુક બદલ ઠેર ઠેરથી તેમને શુભકામનાઓ મળી રહી છે.