ઓપરશન કરી પ્લેટ બેસાડવામાં આવી, 5 અઠવાડિયાનો આરામ કરવાની ડોક્ટરની સલાહ.
મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા બુધવારે રાત્રે નવ વાગા સુધી વિધાનસભામાં હાજરી આપી ગુરુવારે સવારે 6 વાગ્યે રાજકોટથી મોરબી આવવા નીકળેલા તે દરમ્યાન રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપી કારમાં બેસવા જતા હતા ત્યાં રોડ પર પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતા પડી જવાને કારણે તેમના જમણા ખભા ઉપર ભારે મોટી ઇજા થતા તેમને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેતા ઓર્થોપેડિક સર્જને નિદાન કર્યું કે સીટી સ્કેન અને એક્સ રે માં જમણા ખભે ગંભીર ઈજાઓ પોહચી છે. જમણા ખાંભાના હાથકમાં 4 જગ્યાએ ફ્રેકચર થવાથી ઓપરેશન કરવું પડશે એટલે તાકીદે ત્યાંથી તેમને ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં 5 નિષ્ણાત ડોક્ટરની પેનલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમ સૌની શુભેરછાથી ઓપરેશન સફળ રહ્યું છે અને જમણા ખભામાં ફ્રેક્ચર થયેલ હોય મોબાઇલ વાપરવામાં તકલીફ પડેલ હોય આ ગંભીર સર્જરીને ધ્યાનમાં લઇ 5 અઠવાડિયા સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે તે જોતા 5 અઠવાડિયા તેઓ પ્રવાસ કે કાર્યાલયમાં મળી શકે તેમ ના હોઈ લોકોને તેમના કાર્યાલમાં પીએનો સંપર્ક કરવાનો રહેશે તેમજ મોરબી વિસ્તારના સંગઠનના આગેવાનો દ્વારા મદદ મેળવવાની રહેશે. તેમની 5 અઠવાડિયાની ગેરહાજરી અંગે ખેદ વ્યક્ત કરી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં આપેલ શુભેરછા બદલ સૌનો આભાર માન્યો છે.