Monday, May 20, 2024
HomeGujaratમોરબી: આડેધડ વાહનો ચલાવતા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા 52 વાહન ચાલકો...

મોરબી: આડેધડ વાહનો ચલાવતા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા 52 વાહન ચાલકો સામે કાર્યવાહી કરતી મોરબી તાલુકા પોલીસ

મોરબી: મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં આડેધડ વાહનો ચલાવતા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે તવાઈ ઉતારી માણસોની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા કૂલ-૫૨ વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલએ મોરબી જીલ્લામાં આવેલ નેશનલ હાઇવે રોડ તેમજ મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ અકસ્માત ઝોન વિસ્તાર કે જયાં અકસ્માતના વધુ પ્રમાણમાં બનાવો બનતા હોય તેવા વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સઘન વાહન ચેકીંગ કરી મોરબી જીલ્લામાં બનતા અકસ્માતના બનાવો અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતી.

જેને અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ચામુંડા હોટલ સામે, રફાળેશ્વર ખોડીયાર માતાજીના મંદિર પાસે, રફાળેશ્વર બોસ સિરામીક સામે, લાલપર સંતકૃપા હોટલ પાસે, ટીંબડી પાટીયા, પીપળી ગામથી ટીંબડી પાટીયા જવાના વળાંક ઉપર એમ ફૂલ-૦૬ પોઇન્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી રોંગ સાઇડમાં માણસોની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને બેફીકરાઇથી વાહન ચાલાવનારા ફૂલ-૩૯ વાહન ચાલકો વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯ હેઠળ ગુન્હા રજી, કરી તથા કુલ-૧૩ વાહનો ચાલકો વિરૂદ્ધ એમ.વી.એકટ કલમ-૨૦૭ મુજબનો આર.ટી.ઓ. મારફતે દંડ વસુલવાની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!