Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં પાંચ સ્થળે જુગારની રેડમાં ૩૧ પતાપ્રેમી ઝડપાયા

મોરબી જિલ્લામાં પાંચ સ્થળે જુગારની રેડમાં ૩૧ પતાપ્રેમી ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં હવે શ્રાવણ માસ સાવ નજીક હોવાથી જુગારની બદી પુરબહારમાં ખીલી ઉઠતા પોલીસે આ જુગારની બદી દૂર કરવા કડક કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં ગઈકાલે મોરબી જિલ્લામાં પાંચ સ્થળે જુગારની રેડ કરી ૩૧ પતાપ્રેમીને ઝડપી લીધેલ હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે ચુપણી ગામે સુંદરીભવાની મંદિરની પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દેવશીભાઇ નરશીભાઇ સિતાપરા, નથુભાઇ રમેશભાઇ પાટડીયા, ભરતભાઇ નરશીભાઇ જેજરીયા, શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરા, બળદેવભાઇ નવઘણભાઇ મોલાડીયા, ભરતભાઇ મગનભાઇ ઓળકીયા, હરેશભાઇ ચંદુભાઇ પાટડીયાને કુલ મુદામાલ રૂા.૩૩,૭૫૦/- સાથે ઝડપી લીધેલ હતા.

ટંકારા પોલીસે સજનપર ગામની સીમ બાપાસીતારામ મઢુલીથી આગળ ધમેન્દ્રસિંહ વાડીમાં જુગાર રમતા.રણજીતસિંહ હરદેવસિંહ ઝાલા, મુકેશભાઇ ભોગીલાલ શાહ, મનીષભાઇ છગનભાઇ જાડા, કેતનભાઇ નાનજીભાઇ ગોહેલ જાતે ચુનારા, ભુપેન્દ્રસિંહ રણઘીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને રોકડા રૂપીયા ૫૦,૫૦૦/- તથા ઇકો. કાર રજી. નંબર જી.જે.૩૬-એફ. ૩૭૩૮ વાળી ની કી.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કુલ કી.રૂ. ૧,૫૦,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે મોરબી વાવડીરોડ ગણેશનગર પ્રાથમીક શાળા પાસે જુગાર રમતા કિશનભાઇ મોતીભાઇ પરસાડીયા, વિજયભાઇ મુમાભાઇ સરૈયા, કરણભાઇ રઘુભાઇ બાંભવા, છોટાલાલ મહેશભાઇ રાવા, અજયભાઇ ખોડાભાઇ ગોહેલને કુલ રોકડા રૂ. રૂ.૧૦૫૫૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ પાછળ જાહેરમા રોડ ઉપર જુગાર રમતા હનીફભાઇ જુમાભાઇ કાળવા, હેમતભાઇ વાલાભાઇ ચૌહાણ, પ્યારૂભાઇ દાદુભાઇ પરમાર, હુશેનભાઇ અલીભાઇ કાથરોટીયા, જીતેષભાઇ વાલાભાઇ ચૌહાણ સરાણીયાને કુલ રોકડા રૂ. રૂ.૩૦૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા.

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમ મોરબી વાકાનેર હાઇવે રોડ વર્ધમાન હોટલ પાછળ આવેલ કોરલ સીરામીકના કારખાના પાસે આવતા જાહેર રસ્તા ઉપર જાહેરમા જુગાર રમતા બળદેવભાઇ અરજણભાઇ પોરડીયા, મનોજભાઇ દેવજીભાઇ વિડજા, જયપ્રકાશ રામદુલાર પટેલ, સંતોષ સુરેશસિંહ યાદવ, મોહન રામસીંગ વાસકલને કુલ રૂ.૧૪,૦૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!