Sunday, June 21, 2026
HomeGujaratમોરબી મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી; સાંસદ પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં...

મોરબી મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી; સાંસદ પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં હજારો નાગરિકોએ કર્યો યોગાભ્યાસ

મોરબી, 21 જૂન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા દેવ ફાર્મ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ Parshottam Rupalaની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના હજારો નાગરિકો, યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે સાંસદ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ઋષિ-મુનિઓની અમૂલ્ય ભેટ છે. યોગ માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ સશક્ત બનાવે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન Narendra Modiના પ્રયાસોથી યોગને વૈશ્વિક માન્યતા મળી છે અને આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે. તેમણે દરેક નાગરિકને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મોરબીના મેયર Uttam Suraniએ યોગના મહત્વ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે યોગ જીવનમાં શાંતિ, ધૈર્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ઉપસ્થિત યોગસાધકોએ વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય Durlabhji Dethariya, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી કમિશનર સંજય સોની, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!