બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કુબેરનાથ રોડ ઉપર રહેતા અને મોરબી નગરપાલીકામા કર્મચારી તરીકે ફરજ બજાવતા જુવાનસિંહ અણદુભા ઝાલા (ઉ.વ.૫૫)ને માનસીક બીમારી હોય ગત તા.૧૯ રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં બેંકમાંથી પૈસા ઉપાડી આવુ એવું કહી બેંકની પાસબુક તથા પોતાનુ હીરો સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે-૦૩-એચએલ-૨૩૨૦ વાળુ લઇ ઘરેથી નીકળી ગયા હતા અને પોતાની માનસીક બીમારી સબબ ગુમ થઈ ગયા હતા. આ બનાવ બાદ તેમના પરિવારજનોએ ઘરમેંળે શોધખોળ કરી હતી પરંતુ તેમનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે તેમના પુત્ર હરપાલસિંહ જુવાનસિંહ ઝાલાએ પોતાના પિતાની ગુમસુદા નોંધ એ ડિવિઝન પોલીસ મથકમાં કરાવી હતી અને તેમણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે ગુમ થનાર તેમના પિતાનું મોટરસાયકલ સામખીયારી ખાતેથી બીનવારસુ હાલતમાં મળી આવ્યું છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગુમ થનાર શરીરે મજબૂત બાંધાના તથા વાને ઘઉંવર્ણા છે તથા તેનાં જમણાં હાથે પેરેલીસીસની બીમારીનાં કારણે ખોર છે તેમને શરીરે સફેદ લાઈનીંગ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ ૬ ફુટ છે