Friday, April 26, 2024
HomeGujaratમોરબી : જુના ઘુટુ રોડ પરથી બોલેરોમાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે...

મોરબી : જુના ઘુટુ રોડ પરથી બોલેરોમાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાનાં જુનાં ઘુંટુ રોડ ઉપરથી આકૃતિ કારખાના સામેથી બોલેરો પીકઅપ વાહન નં. જીજે-૧૩-એટી-૬૩૪૮ પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે તલાસી લેતાં તેની અંદરથી કુલ મળીને ૫૦૦ લિટર દેશી દારૂ (કિં.રૂ.૧૦,૦૦૦/-) મળી આવ્યો હતો જેથી કરીને હાલમાં પોલીસે દારૂ તેમજ બોલેરો પીકઅપ વાહન કિં.રૂ.૪,૫૦,૦૦૦/-) એમ કુલ મળી કિં.રૂ.૪,૬૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીઓ સુનિલ રમેશભાઈ ચરમારી (ઉં.વ.૨૦) તેમજ બળદેવ બાબુભાઈ ઝિંઝુવાડીયા (ઉં.વ.૨૪) બંને રહે. ગામ સુંદરગઢ તા.હળવદ જી.મોરબી વાળાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!