Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડતી મોરબી નગરપાલીકા

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડતી મોરબી નગરપાલીકા

મોરબીમાં જુના બસ સ્ટેશન નજીક આવેલ મછીપીઠ વિસ્તારમાં આશરે છ મહિના અગાઉ રોડ બનવાનો હતો ત્યારે પણ રોડ પર અડચણરૂપ અને ગેરકાયદેસર ખડકી દીધેલ છાપરા અને ઓટલાઓનું ડીમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જયારે તે બાદમાં રોડ બની ગયા બાદ ફરીથી આ ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવતા મોરબી નગરપાલીકા દ્વારા અઠવાડિયા પેહલા આ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા અલતીમેટમ આપતી નોટિસ પાઠવી હતી જેમાં કોઈએ દબાણ હટાવ્યા ન હતા જેથી આજે બપોરે મોરબી નગરપાલીકાનો સ્ટાફ જેસીબી સાથે ત્યાં પહોંચીને ડીમોલીશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓટલા, છાપરા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.આ દરમ્યાન એ ડીવીઝન પીઆઇ એમ પી પંડ્યા સહિતની ટિમ ડીમોલેશન માં જોડાઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!