મોરબી નગરપાલિકાના તમામ વિસ્તારમાં ડ્રેનેજ સફાઈની કામગીરી અને પમ્પીંગ સ્ટેશનની નિભાવણી તેમજ તેનું સંચાલન કરવા માટે એક ખાનગી એજન્સીએ કોન્ટ્રક આપ્યો હતો. પરંતુ હર્ષદિપ કન્સ્ટ્રકશન નામની એજન્સી દ્વારા ડ્રેનેજ સફાઈની કામગીરી અને પમ્પીંગ સ્ટેશનની નિભાવણી તેમજ તેનું યોગ્ય સંચાલન કરવામાં આવતું ન હોવાથી મોરબી નગરપાલિકા દ્વારા કોન્ટ્રક રદ્દ કરી એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી નગરપાલિકા દ્વારા તા. ૨ મેના રોજ શ્રી હર્ષદિપ કન્સ્ટ્રકશન એજન્સીને નોટિસ આપી જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના તમામ વિસ્તારમાં ડ્રેનેજ સફાઈની તમામ કામગીરી અને પમ્પીંગ સ્ટેશનની નિભાવણી તેમજ તેના સંચાલન અંગે સંદર્ભ -૧ ના પત્રથી જરૂરી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં કામગીરી અન્વયે કરાર સંદર્ભ – રથી નિર્દિષ્ઠ શરતો હેઠળ કરવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લા ત્રણ માસની ખાનગી એજન્સીના કામની સમીક્ષા કરતા મોરબી નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજની ફરિયાદોના નિકાલ બાબતે માત્ર ૫૦ % ફરિયાદોનો નિકાલ પ્રતિદિન કરવામાં આવ્યો હતો. રેકર્ડ જોતા કરારની શરત નં -૩ અન્વયે કોન્ટ્રાકટર દ્વારા વસાવાના થતા સાધનો , વાહનો અને સેફટી ગીયર્સ આપના દ્વારા વસાવામાં આવ્યા ન હતા. તેમજ નગરપાલિકા દ્વારા એજન્સીને માંગણી મુજબ ત્વરીત કામગીરી કરવા ફાળવેલ વાહનોની નિભાવણી અને મરામત નિયમિત કરવામાં ન આવતી હોવાની પણ માહિતી મળી હતી. તેમજ ધી પ્રોહીબીશન ઓફ ઓમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુયલ સ્કેવેજર્સ એન્ડ રીહેબિલિટેશન એક્ટ -૨૦૧૩ ” હેઠળ ગટર સફાઈના કામદારોનો રૂપિયા ૧૦ – લાખનો ગ્રુપ વીમો ફરજીયાત જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં કરારની શરતોનો ભંગ કર્યો હતો.
મોરબી નગરપાલિકાના તમામ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોનું સંચાલન નિભાવણી અને રીપેરીંગની કામગીરી એજન્સી દ્વારા હાથ ધરવાની હોવા છતા આજદીન સુધી સદર કામગીરીએ હાથ ન ધરી સમગ્ર મોરબી શહેરની ગટર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી હતી. ત્યારે મોરબી નગરપાલિકાએ શરત ૧૬ અન્વયે કરારને રદ કરવાની અને ” ધી પ્રોહીબીશન ઓફ ઓમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુયલ સ્કેવેજર્સ એન્ડ રીહેબિલિટેશન એક્ટ -૨૦૧૩ ” હેઠળ એજન્સી વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી નગરપાલિકા દ્વારા એજન્સીએ નોટિસ આપ્યા બાદ કરાર રદ કરવા માટે એજન્સીએ જણાવ્યું હતું. અને ડિપોઝિટ પેટે આપેલ રકમ પરત કરવા કહ્યું હતું.
મોરબી નગરપાલિકા સાથે થયેલ તા. ૨૧ ઓકટોબર ૨૦૨૧ ના ભૂગર્ભ ગટર સફાઈ અને પમ્પીંગ સ્ટેશનની નિભાવણી અને સંચાલન કરાર રદ્દ કર્યો હતો. અને નગરપાલિકા દ્વારા સોંપવામાં આવેલ વાહનો તથા સાધનોને બે દિવસમાં સુપ્રત કરવા એજન્સીએ નોટિસ આપી હતી. તેમજ એજન્સીની ડીપોઝીટ રકમ જપ્ત કરી દાખલા રૂપ કાર્યવાહી કરી હતી ..