મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને આજે પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં રજુ કરવામાં આવેલ તમામ ૬૩ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી પાલિકાના સદસ્ય દ્વારા પોતાના વિસ્તારમાં રોડ રસ્તા, વરસાદી પાણીના નિકાલ, વોટર પાઈપ લાઈન, સ્ટ્રીટ લાઈટ સહિતના મુદે કરવામાં આવેલ માંગણીને સ્વીકારી લઈને એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તે ઉપરાંત વિવિધ ૨૫ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
નગરપાલિકાની વિવિધ કમિટીઓનાં ચેરમેનનાં નામો :
• શાસક પક્ષના નેતા – કમલ રતિલાલ દેસાઈ
• દંડક – શુરભીબેન મનીષભાઈ ભોજાણી
• કારોબારી સમિતિ ચેરમેન – સુરેશભાઈ દેસાઈ
• બાંધકામ સમિતિ ચેરમેન – દેવાભાઈ અવાડીયા
• પરચેજ કમિટી ચેરમેન – પ્રભુભાઈ ભૂત
• રોશની સમિતિ ચેરમેન – માવજી કણઝારીયા
• અધર ટેક્ષ સમિતિ ચેરમેન – ગીરીરાજસિંહ ઝાલા
• ગેરેજ સમિતિ ચેરમેન – ભાવિકભાઈ જારીયા
• ગાર્ડન સમિતિ ચેરમેન તરીકે ગીતાબેન સારેસા
• હાઉસ ટેક્ષ સમિતિ ચેરમેન – શીતલબેન દેત્રોજા
• ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન – પ્રકાશભાઈ ચબાડ
• ભૂગર્ભ સમિતિ ચેરમેન – હનીફભાઈ મોવર
• પાણી પુરવઠા સમિતિ ચેરમેન – બ્રિજેશભાઈ કુંભારવાડિયા
• સેનિટેશન સમિતિ ચેરમેન – સીતાબા જાડેજા
• કંટ્રોલીંગ સમિતિ ચેરમેન – નરેન્દ્રભાઈ પરમાર
• રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિ ચેરમેન – ભાનુબેન નગવાડીયા
• મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિ – જશવંતીબેન સીરોહિયા
• હેલ્થ એન્ડ હાઈજીન સમિતિ – આશીફ ઘાંચી
• એડવાઈઝરી સમિતિ – ચુનીલાલ પરમાર
• રમત ગમત અને સંસ્કૃતિ સમિતિ – દિનેશચંદ્ર કૈલા
• સમાજ કલ્યાણ સમિતિ – જેન્તીલાલ છગનલાલ ઘાટલીયા
• મોક્ષધામ દેવલોક સમિતિ – હર્ષદભાઈ કણઝારીયા
• અમૃત યોજના સમિતિ – મનસુખભાઈ બરાસરા
• સ્ત્રી પ્રવૃત્તિ સમિતિ – જશવંતીબેન સોનાગ્રા
• એન યુ એલ એમ યોજના સમિતિ – કલ્પેશ રવેશિયા
• વાંચનાલય પ્રવૃત્તિ સમિતિ – મમતાબેન ઠાકર
• પસંદગી સમિતિ – કેતનભાઈ વિલપરા
વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ :
• પાંજરાપોળ – કેતનભાઈ રાણપરા
• રેલ્વે – રાજેશભાઈ રામાવત
• ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ – જેન્તીલાલ વિડજા
• સિવિલ હોસ્પિટલ – નિમિષાબેન ભીમાણી