મોરબી નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા લોકો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે .
મોરબી પાલિકા દ્વારા માર્ચ માં પુરા થતા ચાલુ નાણાકીય વર્ષ ને પગલે બાકી કરવેરો વસૂલવા માટે 11 જેટલી ટિમો બનાવવામાં આવી છે અને મોરબી નગરપાલિકા વિસ્તારમાં લગભગ ઘણા લોકોએ લાખો રૂપિયાનો વેરો ભરેલ નથી તેને લઈને મોરબી નગરપાલિકા એક્શનમાં આવી છે અને બધા બાકીદારોને નોટિસ આપવામાં આવી છે જેમાં એક લાખથી વધુ કરવેરો જેવો બાકી હોય એવા ૨૨થી વધુ બાકીદારોને પણ નોટિસ આપવામાં આવી છે અને જો તેઓ સમય મર્યાદામાં વેરો નહીં ભરે તો તેઓના પાણી કનેક્શન ગટર કનેકશન તથા નગરપાલિકા દ્વારા મળતી અન્ય સુવિધાઓ અને પાછી રદ કરવામાં આવશે અને તેઓના નામ જાહેરમાં લોકોને દેખાય તે રીતે લખીને હોર્ડિંગ લગાવવામાં આવશે.અને વધુ આગામી સમય માં આવા બાકીદારો પણ મિલકત જપ્તી જેવી કડક પગલાં પણ લેવામાં આવશે એમ મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા એ જણાવ્યું હતું .