Thursday, January 23, 2025
HomeGujaratમોરબી નગરપાલિકાનું રૂ.751 કરોડનું ઐતિહાસીક બજેટ મંજુર

મોરબી નગરપાલિકાનું રૂ.751 કરોડનું ઐતિહાસીક બજેટ મંજુર

મોરબી નગરપાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨નું રૂપિયા ૧.૪૦ લાખની પુરાંતવાળું બજેટ પ્રમુખ કુસુમબેન પરમારની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં મોરબીની માથાના દુઃખાવારૂપ ભૂગર્ભ ગટરની સમસ્યા નિવારવા પ્રાધાન્ય આપી રૂ. ૫૪૦ લાખની જોગવાઈ કરી વરસાદી પાણી નિકાલ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ સહિતના શાસકોએ બજેટમાં જાહેર કર્યું હતું. આ ઉપરાંત સરકારશ્રીમાંથી વિવિધ યોજનાઓ પેટે (વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સ્વર્ણિમ ગુજરાત, આવાસ યોજના, તળાવ બ્યુટીફીકેશન વિગેરે માટે) રૂ.૬૪૨૮૫ લાખ અંદાજવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી નગરપાલિકાને ટેક્ષ વસુલાત પેટે રૂ.૧૯૮૭.૦૦ લાખની રકમ અંદાજવામાં આવેલ છે અને નગરપાલિકાની માલિકીની દુકાનો, શોપીંગ સેન્ટરો વિગેરેના ભાડાની આવકનો અંદાજ રૂ.૧૨૧૦ લાખ અંદાજવામાં આવેલ છે. સરકાર દ્વારા મળતી પગાર ભથ્થા વિષયક ગ્રાન્ટ, મેલરીયા ગ્રાન્ટ, ઓકટ્રોય ગ્રાન્ટ, NULM ની પ્રોજેકટ ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજના ગ્રાન્ટ, અમૃતમ યોજના ગ્રાન્ટ, ૧પમું નાણાપંચ વિગેરે ગ્રાન્ટની આવક પેટે રૂ. ૨૫૦૦ લાખ અંદાજવામાં આવેલ છે. નગરપાલિકાની પરચુરણ આવકના સાધનો પૈકી નગરપાલિકાની પરચુરણ આવક, ફી તથા આવાસ યોજના લોક ફાળા પેટે રૂ. ૨૭૫૨ લાખ અંદાજવામાં આવેલ છે. આમ રેવન્યુ/મહેસુલી આવક રૂ. ૪૫૮૯ લાખ અંદાજવામાં આવેલ છે. નગરપાલિકા કમૅચારીઓને એડવાન્સ પેટે ફરીવલ, ફુડ ગ્રેઈન વગેરે માટે રૂ. ૧૦૦ લાખ તથા ડીપોઝીટ પેટે આવક પેટે રૂ. ૪૩૯ લાખ અંદાજવામાં આવેલ છે. આમ મોરબી નગરપાલિકાના સને ૨૦૨૧-૨૦૨૨ ના બજેટમાં કુલ આવક પેટે રૂ. ૭૫૧૨૩ લાખની આવક અંદાજવામાં આવેલ છે.

બજેટમાં મોરબી નગરપાલિકાનાં કાયમી કર્મચારીઓના પગાર ખચૅ પેટે રૂ. ૧૧૪પ લાખ અને પેન્શન, ગ્રેપ્યુટી તથા નિવૃતીનાં લાભો પેટે રૂ. ૮૫૦ લાખ તથા મોરબી નગરપાલિકાનાં જુદા-જુદા વિભાગનાં હંગામી રોજમદાર કર્મચારીઓના પગાર ખર્ચ પેટે રૂ. ૯૪ લાખ અંદાજવામાં આવેલ છે. મોરબી નગરપાલિકાના કન્ટીજન્સી ખર્ચે પેટ ટેલીફોન ભથ્થા, જાહેરાત, સ્ટેશનરી, છાપકામ, તારટપાલ, પરચુરણ ખર્ચો, યુનિફોર્મો વિગેરે મળી રૂ.૪૦૯ લાખ અને નગરપાલિકાના જુદા-જુદા વિભાગોનાં વાહનોનાં પેટ્રોલ ડીઝલ ઓઈલ ખર્ચ પેટે રૂ.૧૮૦ લાખ તથા જુદા-જુદા વિભાગોનાં વાહનોનાં રીપેરીંગખર્ચ પેટે રૂ.૧૫૦ લાખ તથા અંદાજવામાં આવેલ છે.

નગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં મરામત,નિભામણી પેટે પબ્લીક સેફટી (ફાયર સ્ટેશન,સીટીબસ) રૂા. ૪૮૦ લાખ, રોશની (સ્ટ્રીટ લાઈટ) પેટે રૂા. ૨૪૦ લાખ, જાહેર તંદુરસ્તી (પાણી પુરવઠો, વોટર સપ્લાય) પેટે રૂ. ૧૦૩૦ લાખ કોન્સ્ટવન્સી રસ્તા સફાઈ પેટે રૂા. ૧૭૮૦ લાખ બાગ બગીચા) પેટે ૮૦ લાખ જાહેર બાંધકામ (રસ્તા, સ્ટ્રોમ વોટર) પેટે રૂ. ૧૩૦૦ લાખ મુગંભ ગટર (ડ્રેનેજ લાઈન) પેટે રૂ.પ૪૦ લાખ અન્ય વિભાગોમાં વિભામણી મરામત પેટે તથા ડેવલોપમેન્ટ પેટે રૂ. ૮૫૧ લાખ મળી કુલ રકમ રૂ. ૩૦૦૦ લાખ અંદાજવામાં આવેલ છે. રેવન્યુ/મહેસૂલી ખર્ચ પેટે રૂ. ૬૦૮૬.૫૦ લાખ અંદાજવામાં આવેલ છે. મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં નવા રસ્તા બનાવવા રૂ. ૩૫૦ લાખ અને જુના ૨ના સમારકામ પેટે ૫ લાખ તથા નગરપાલિકાના નવા ઓફીસ બાંધકામ પેટે નગરપાલિકાના સ્વ ભંડોળ રૂ. ૨૦૦ લાખ મળી કુલ રૂ. ૯૦૦ લાખ અંદાજવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકાને સરકારમાંથી વિવિધ યોજનાઓ પેટે અમૃતમ યોજના પૈકી નવા બાગ બગીચા બનાવવા માટે સાયકલ ટ્રેક તથા સ્ટ્રોમ વોટર લાઈન નાખવા રૂ. ૧૫૦૦ લાખ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ પૈકી રૂ. રપ૦ લાખ અંદાજવામાં આવેલ છે. ગુજરાત અર્બન લાઈવલી હુડ મિશન ગ્રાન્ટ એસ.યુ.એમ. નંદકુવરબા ધર્મશાળા રીનોવેશન પ્રોજેકટ રૂ.પ૦૦ લાખ તથા ફલાય ઓવરબ્રીજ માટે રૂ.૧૦,૦૦૦ લાખ અંદાજવામાં આવેલ છે. મોરબી નગરપાલિકાનાં જુદા-જુદા વિભાગ માટે નવા વાહન ખરીદવા માટે રૂ. ૫૧૦ લાખ અંદાજવામાં આવેલ છે. મોરબી નગરપાલિકાનાં હદ વિસ્તારમાં આવેલ મકરાણીવાસમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ બાલમંદિરમાંથી કોમ્યુનીટી હોલ બનાવવા માટે રૂ. ૫૦ લાખ તથા લખધીરવાસ ચોકમાં આવેલ બાલમંદિર રીનોવેશન માટે રૂ.૧૦ લાખ અંદાજવામાં આવેલ છે.

પાલિકાનું બજેટ મંજુર કરી પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના સર્વાંગી વિકાસ માટે વહેલામાં વહેલી તકે નીચે મુજબની યોજનાઓ હાથ ઉપર લેવાશે. જેમાં મોરબી શહેરનો ડી.પી. પ્લાન તૈયાર કરવા માટે રૂ. ૧૦૦ લાખ, ઓવરબ્રીજ નવલખી રોડ, કુબેરનગર,ફલાયઓવર બ્રીજ – નટરાજ ફાટક બનાવવા માટે રૂ. ૮૦૦૦ લાખ, શાકમાર્કેટ, પરસોતમ ચોક,દરબારગઢ સરદારબાગ સામે મલ્ટીલેવલ પાર્કીંગ–પે એન્ડ પાર્ક બનાવવા માટે રૂ. ૨૦૦૦ લાખ, ઈલેકટ્રીક બસો માટે રૂ. પ૦૦ લાખ, નલ સે જલ યોજના માટે રૂ. ૨૦૦૦ લાખ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે રૂ. ૫૦૦ લાખ, હોકર્સ જોન માટે રૂ. ૨૦૦ લાખ, લીલાપરથી વાવડી સુધી કેનાલ ઉપર આર.સી.સી. પાઈપ કલાર્વ બનાવવા માટે રૂ. ૧૫૦૦૦ લાખ, મચ્છુ રીવર ફ્રન્ટ માટે રૂ. ૫૦૦૦ લાખ, હેરીટેઝ રોડ ઉપર સમાંતરે રોડ બનાવી પાર્કીગ અને હોકર્સ ઝોન માટે રૂ. ૧૦૦૦ લાખ, હેરીટેઝ સાઈટોની જોડાણ સર કીટ યોજના બનાવવા રૂ. ૧૦૦૦ લાખ, લાતી પ્લોટ વિસ્તારમાં પાણી નિકાલ, ભૂગર્ભ, પાણી, રસ્તા, લાઈટની સુવિધા માટે રૂ.૩૫૦૦ લાખ, વાડી વિસ્તારમાં ૧૧૫ વાડી પાણીની લાઈન, ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૨૫૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ફુટ ઓવર બીજ–શનાળા રોડ, રવાપર રોડ, નહેરૂ ગેઈટ, રેલ્વે સ્ટેશન પાસે રૂ. પ૦૦ લાખ, ટ્રાફીક સિગન્લો મુકવા માટે ૨૦૦ લાખ, કેનાલ રોડ ઉપર આર.સી.સી. રોડ, સાયકલ ટ્રેક, ફુટપાય બનાવવા માટે રૂ. ૫૦૦ લાખ, પાણી નિકાલની કામગીરી-અવની ચોકડી, આલાપ રોડ, ધુતારીના વોકળા, એચ.ડી.એફ.સી.બેકથી સ્મશાન, પંચાસર રોડ, સરકીટ હાઉસની સામે રૂ. ૧૦૦૦ લાખ, લીલાપર રોડ પાંજરાપોળ પાસેથી ભડીયાદ સુધી વજેપરના નાકાથી સામાકાંઠે પેલેસ સુધી ફલાઈ ઓવર બ્રિજનું નિર્માણ માટે તથા શિતળા માતાજીના મંદિરથી સામે કાંઠે મહાપ્રભુજીની બેઠક સુધી કોઝવે બનાવવા રૂ. ૧૦,૦૦૦ લાખ, પીકનીક સેન્ટર અને સરદાર બાગનું રીનોવેશન માટે રૂ. ૫૦૦ લાખ, કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવા માટેની રાજય સરકારની યોજનાનું અમલ માટે રૂ. ૧૦૦૦ લાખ, રૂ. પ૦૦ સખી મંડળોને ૧ લાખ સુધીની સહાય માટે રૂ. પ૦૦ લાખ, દરવર્ષે ૨૦૦ યુવાન-યુવતીઓને રોજગારી માટેના કોર્ષ કરાવવા જેમાં (ર્સનેટરી, સીરામીક, પેપર ઈન્ડસ્ટ્રી) માટે રૂ. ૨૦૦ લાખ, ઓપન જીમ માટે રૂ. ૨૦૦ લાખ, પાર્ક-સોસાયટી માટે રૂ. પ૦૦ લાખ નાની કેનાલ રોડ ડેબ્લોપ માટે રૂ. ૧૦૦૦ લાખ, વિજય નગર-૩ થી આલાપ રોડને જોડતો રોડ માટે રૂ. ૧૦૦૦ લાખ અંદાજવામાં આવેલ છે. અને નગરપાલિકાના કમૅચારીઓને એડવાન્સ પેશગી (ફેસ્ટીવલ, ફુડ ગ્રેઈન, હા.લોન રીકવરી) પેટેની વસુલાત પેટે રૂ. ૧૦૦ લાખ અંદાજવામાં આવેલ છે. આમ કુલ ખર્ચે રૂ. ૭૫૧૨૧.૬૦ લાખ અંદાજવામાં આવેલ છે. આમ મોરબી નગરપાલિકાના અંદાજવામાં આવેલ આવકની સામે જાવક બાદ કરતા રૂ. ૧.૪૦ લાખની પુરાંત દર્શાવવામાં આવેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!