પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરના મીલપ્લોટ શાંતીનગર વ્યાયામ શાળાની બાજુમાં જાહેર શેરીમાં કેટલાક શખ્સો તીનપત્તિનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ત્યાં દોરડો પાડી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ પ્રવિણભાઇ દેવજીભાઇ કારેલીયા(ઉ.વ.૫૨), નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા(ઉ.વ.૩૫), કાસમભાઇ દાઉદભાઇ મોવર(ઉ.વ.૫૦), બેચરભાઇ લાખાભાઇ જોલાપરા(ઉ.વ.૭૦), રમેશભાઇ સુખાભાઇ તિવારી(ઉ.વ.૩૫), અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા(ઉ.વ.૫૦) અને નેકમહમદભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટી(ઉ.વ.૫૧)ને રોકડ રૂ. ૧૦,૨૦૦/- સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.