મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે હરિઓમ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારના સાત સભ્યો ગુમ થયા હોવાની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે દિલીપભાઈ લુહાર દ્વારા કરવામાં આવી છે
જેમાં દિલીપભાઈ એ જણાવ્યું છે કે મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલા હરિઓમ પાર્કમક રહેતા તેના ભાઈ અને તેના પરિવાર જનો ગુમ થયા છે જેમાં પુત્રે પ્રેમ લગ્ન કર્યા બાદ આખો પરિવાર ગુમ થઈ ગયો છે જેમાં પરિવાર ના શંભુભાઈ વશરામભાઈ લુહાર (ઉ.વ.૫૫), રેખાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૫૦), કમલેશ શંભુભાઈ લુહાર (ઉ.વ.૨૬) લખીબેન વશરામભાઈ લુહાર (ઉ.વ.૭૦), ધાર્મિષ્ઠાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૭), આનંદીબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૩) અને હસીબેન દેવશીભાઈ લુહાર (ઉ.વ.૨૧) એમ એક જ પરિવારના વૃધ્ધા, માતાપિતા, ભાઈ-બહેન અને પુત્રવધુ સહિતના ગુમ થતા મોરબી તાલુકા પોલીસ મથકે બનાવની જાણ કરી છે જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે સાથે જ લુહાર પરિવાર અંગે કોઈને માહિતી મળે તો તેના ભાઈ દિનેશભાઈ મો ૭૬૨૩૮ ૬૮૯૦૨ ના નમ્બર પર સમ્પર્ક કરવા જણાવ્યું છે ત્યારે પરિવાર પુત્રએ પ્રેમલગ્ન કર્યા એ બાદ લાપતા બનતા પરિવાર જનોમાં ચિંતાની લાગણી જોવા મળી છે.