રાજ્ય સરકાર દ્વારા આજે બપોરે રેવન્યુ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં મોરબી જીલ્લામાં મોરબી પ્રાંત અધિકારી તરીકે રહેલા એસ જે ખાચર ની કચ્છના અબડાસા ના પ્રાંત અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે જયારે અબડાસા પ્રાંત અધિકારી ડી.એન.ઝાલા ને મોરબી પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે
મોરબીમાં કોરોના દરમિયાન લોકડાઉન સમયે મોરબીના પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા સમયની કામગીરી માં અધિક કલેક્ટર કેતન જોશી સાથે રહી પ્રશંસનીય કામગીરી કરી હતી સાથે શિવરાજસિંહ સ્વભાવે સરળ અને બહોળું મિત્ર વર્તુળ પણ ધરાવે છે હાલ પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચરને કોરોના પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ છે ત્યારે નવા પ્રાંત અધિકારી ડી એન ઝાલા પણ મોરબી જીલ્લામાં પ્રાંત અધિકારી તરીકે ટુક સમયમાં ચાર્જ લેવાના હોવાનું જાણવા મળેલ છે.