Friday, December 27, 2024
HomeNewsTankaraમોરબીના ટંકારાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ , બે કલાકમાં ત્રણ ઈંચ...

મોરબીના ટંકારાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ , બે કલાકમાં ત્રણ ઈંચ : મોરબીના ડેમોમાં નવા નિરની આવક

જયેશ ભટાસણા ટંકારા  : રાજ્ય હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે ત્યારે મોરબીના દસ ડેમો પૈકી સાતમાં નવા નીર આવ્યા છે ટંકારામા બે કલાક મા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયું છે સિઝન નો કુલ 100% થી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સિસ્ટમ સ્કિય ની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે ત્યારે ટંકારા આજે ૧૨ થી ૨ નો ૪૦ મી.મી., ૨ થી ૪ નો ૩૨ મી.મી.
અત્યાર સુધીનો કુલ ૬૯૭ મી.મી. વરસાદ નોંધાયો છે આ સાથે ટંકારા ના ગામડા મા પણ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે ગઈ કાલે પણ ટંકારા અને ગામ્ય વિસ્તારમાં એક ઈંચ થી લઈ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારા માં આભ ફાટ્યું હતું જેના લીધે ટંકારાના ઉમિયા નગર,જબલપુર,જોધપર (ઝાલા),મેઘપર (ઝાલા),નાના ખીજડિયા,ભૂત કોટડા તમામ ગામડા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે ટંકારા માં છેલ્લાબે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતાં હાલત કફોડીબની ગઈ છે જેમાં એક ગામથી બીજા ગામ જતા લોકો અટવાયા હતા.

મોરબી માં પાછલા 24 કલાક દરમ્યાન મચ્છુ 2 ડેમની સપાટીમાં સૌથી વધુ 1.15 ફૂટનો થયો વધારો, મચ્છુ 1 ડેમ છલકાવવામાં હજુ 7.80 ફૂટબાકી છે ત્યારે મચ્છુ 2 ડેમની કુલ ઊંડાઈ 58.1 ફૂટની સામે જીવંત ઊંડાઈ 33 ફૂટ સુધીની ગણવામાં આવે છે ત્યારે હાલમાં પાણીનો જથ્થો 26.80 ફૂટે છે એ જોતાં ડેમ છલકાવવામાં હજુ 6.20 ફૂટ ભરાવવો જરૂરી છે, ટંકારા ના ડેમી 1 માં પાછલા 24 કલાક દરમ્યાન 0.30 ફૂટનો નજીવો વધારો થયો છે. ડેમ છલકાવવામાં હજી 3.20 ફૂટ બાકી છે, ડેમી 2 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 0.49 ફૂટ નિરનો વધારો થયો છે તો ઝીકિયારી ગામનાઘોડાધ્રોઈ, ટંકારા નાબંગાવાડી,હળવદના બ્રાહ્મણી 2, મોરબી ના મચ્છુ 3 સહિતના ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ નથી જેમાં મોરબી ના સૌથી વધુ મચ્છુ 2 ડેમમાં 1857 મી.ક્યુસેક ફૂટ પાણીનો સંગ્રહ થયો છે.મચ્છુ 1માં 1330 ક્યુસેક,બ્રાહ્મણી 1માં 878 ક્યુસેક,ડેમી 2માં 642 ક્યુસેક, ડેમી 1માં 577 ક્યુસેક, બ્રાહ્મણી 2માં 355 ક્યુસેક, ઘોડાધ્રોઈમાં 181ક્યુસેક,મચ્છુ 3માં 178 ક્યુસેક,ડેમી 3માં 149 ક્યુસેક,બંગાવાડી ડેમમાં 12.ક્યુસેક ફૂટ પાણીનો જીવંત જથ્થો સંગ્રહિત થયો છે ત્યારે ડેમો પર પણ તંત્ર અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!