Thursday, March 28, 2024
HomeNewsWakanerવાંકાનેરમાં દુકાને કામ પર રાખવા બાબતે મારામારી : સામસામી પોલીસ ફરીયાદ નોંધાઇ

વાંકાનેરમાં દુકાને કામ પર રાખવા બાબતે મારામારી : સામસામી પોલીસ ફરીયાદ નોંધાઇ

વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તાર ના રહેવાસી જગદીશ કાનજીભાઈ સુરેલાએ વાંકાનેર સીટી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ રાજેશભાઈ કાનજીભાઈ અને તેનો પુત્ર નીતિન રાજેશભાઈ કર્મચારીઓને દુકાને કામ પર રાખવા બાબતે બોલાચાલી કરતા હોય જેથી તેને છુટા પાડવા જતા આરોપીઓ રમેશ કાનજી સુરેલા, રાહુલ રમેશ સુરેલા, કૌશિક રમેશ સુરેલા, રજની રમેશ સુરેલા, રંજનબેન રમેશભાઈ સુરેલા અને જયાબેન કાનજી સુરેલા રહે બધા વાંકાનેર વિસીપરા વાળાએ માથાકૂટ કરી હતી જેમાં આરોપી રમેશ સુરેલાએ ‘તું કેમ છોડાવવા આવેલ કહીને લોખંડ પાઈપ ઝીકી ઈજા કરી તેમજ રાહુલ સુરેલાએ પ્લાસ્ટિક પાઈપ વડે માર મારી તેમજ અન્યએ ઢીકા પાટું માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જ્યારે સામાપક્ષે નીતિન રાજેશભાઈ સુરેલાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની દુકાનના કર્મચારી જયેશભાઈ કોળીને આરોપી રાજેશ કાનજી સુરેલાએ ગાલ પર ફડાકા મારતા મારા કર્મચારીને શું કામ માર્યો તેમ ફરિયાદી નીતિન સુરેલાએ કહેતા આરોપી રાજેશ કાનજી સુરેલા, જગદીશ કાનજી સુરેલા, અજય જગદીશ સુરેલા, સાગર જગદીશ સુરેલા અને મીના જગદીશ સુરેલા રહે બધા વાંકાનેર વિસીપરા વાળાએ તલવાર વડે પેટમાં સામાન્ય ઈજા કરી લાકડા ધોકા વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી છે તેમજ રંજનબેનને પણ ઈજા પહોંચાડી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!