મોરબીના વતની એસઆરપી જવાન બ્રિજેશ લાવડીયા એ જૂનાગઢના વંથલી ના શાપુર પાસે ચીકુ ના ઝાડ માં લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો .તેમજ મૃતદેહ પર અનેક ઈજાના નિશાન હતા અને મૃતકે મોત પહેલા ફોન કરી ને પુત્રને જાણ કરી હતી કે પીટીસી ના અધિકારીઓએ માર માર્યો અને ખોટા આક્ષેપો કર્યા હોવાથી આ પગલું ભરવાનું જણાવ્યું હતું.
જે મામલે મૃતકના પુત્ર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટની તકોરને પગલે વંથલી પોલીસ સ્ટેશનમાં પીટીસીના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ પી.એન.ખાચર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં.આવી હતી.તેમજ આ કેસની તપાસ પોરબંદર ડીવાયએસપી નીલમ ગોસ્વામી ને સોંપવામાં આવી હતી જેથી ફરીયાદી સહિતના ના નિવેદન લેવા માટે ડીવાયએસપી નીલમ ગોસ્વામી સહિતની ટીમ મોરબી આવી પહોંચી હતી અને ફરીયાદી મૃતકના પુત્ર તેમજ અન્ય પરિવારજનોના નિવેદન નોંધીને તપાસ આગળ ધપાવી હતી.