Friday, November 15, 2024
HomeGujaratમોરબી : રામનવમીના તહેવાર નિમિત્તે રાજ્યમાં કતલખાના સહિત નોનવેજના ખરીદ-વેંચાણ પર પ્રતિબંધ...

મોરબી : રામનવમીના તહેવાર નિમિત્તે રાજ્યમાં કતલખાના સહિત નોનવેજના ખરીદ-વેંચાણ પર પ્રતિબંધ લગાવવાની જીવદયા સંગઠનો તથા એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબીના જીવદયા પ્રેમીઓ દ્વારા તારીખ ૨૧ એપ્રિલના દિવસે રામનવમીનો તહેવાર આવતો હોય એ નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, ઈંડા, ચીકન, મચ્છી સહિતનાં વેચાણ બંધ રાખવા અંગે એનીમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર રામનવમી નિમીતે તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અને તેનું કડક અમલીકરણ કરાવવા તથા આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ઘણાં તહેવારો નિમિત્તે દર વર્ષે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ રામનવમી તહેવાર નિમિત્તે નોનવેજના ખરીદ વેંચાણની મનાઈ કરતું જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!