પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ત્રાજપર ચોકડી નજીક મારૂતી સુઝુકી કંપનીનાં માલવાહક વાહન નં. જીજે-૩૬-ટી-૯૩૭૮ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ વેડકાની બોટલ નંગ-૨૩ કિંમત રૂ.૬૯૦૦/- વેચાણ કરવાના ઈરાદે રાખેલ મળી આવતા પોલીસે દારુની બોટલો કબ્જે કરી આરોપી કૌશિકભાઈ જયંતીભાઈ કાસુન્દ્રા (રહે-લજાઈ અનુરાધા હોલ નજીક) વાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી વિજયભાઈ ઓમ મોબાઈલ વાળા હાજર નહિ મળી આવતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.