Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : પાનેલી નજીકથી ટેન્કરમાંથી ૫૫૦૦ લીટર બાયો ડીઝલનાં જથ્થા સાથે એક...

મોરબી : પાનેલી નજીકથી ટેન્કરમાંથી ૫૫૦૦ લીટર બાયો ડીઝલનાં જથ્થા સાથે એક ઝડપાયો, ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બાયોડિઝલ ગેરકાયદેસર વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી આદેશ બાદ મોરબી એલ.સી.બી. ટિમ એક્શન મોડમાં આવી છે અને પાનેલી ગામ નજીક કારખાના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 5500 લીટર, કાર, ફ્યુલ પમ્પ, બોલેરો કાર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે તો અન્ય આરોપીના નામ ખુલતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન જયવંતસિંહ ગોહીલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા (રહે, શનાળારોડ, ભરતનગર-૦૨, મોરબી) , તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા (રહે મોરબી) એમ બન્ને એકબીજા સાથે મેળાપીપણ કરી રફાળેશ્વર થી પાનેલી ગામ તરફ જતા રસ્તે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફ્યુલપંપ મારફતે જુદા જુદા નાના મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે. જેથી ત્યાં રેઇડ કરતા સફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે ૫૫૦૦ લીટર કિ.રૂ.૪,૧૨,૫૦૦/- , ટેન્કર-૦૧, ટ્રેઇલર-૦૫, બોલેરો પીકઅપ, કયુલ પંપ ૦ર, ઇલેકટ્રીક મોટર, તથા કાર-ર તથા મોબાઇલ ફોન નંગ-૦૨ મળી કુલ કીમત રૂપિયા ૧,૦૧,૨૬,૦૦૦/- નો મુદામાલ સાથે સતનામસીંગ અજીતસીંગ વીક રહે નાતીઉંરા તા.પોવાયા જી.શાહજાપુર (યુ.પી.) વાળાને ઝડપી લેવામાં આવ્યો છે આઇ.પી.સી કલમ-૨૭૮,૨૮૪,૨૮૫,૧૧૪ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો જે બે શખ્સો આ ગેરકાયદેસર ધંધો કરતા હતા યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા, રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા સહિત જે વાહનો મળી આવ્યા તેના ચાલકો મહિન્દ્રા બોલેરો ગાડી નં. જીજે-૦૩-ઝેડ-૬૫૮૯ નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-૧૪-જીજે-૯૧૭૩નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-૫૨-જીએ-૭૮૫૧ નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-૧૪-જીડી-૮૭૫૧ નો ચાલક, અશોક લેલન ટ્રેલર નં. આરજે-૫૨- જીએ-૪૬૦૩નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-૧૪-જીએફ-૦૭૭૦ નાં ચાલકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે

આ કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. વી.બી.જાડેજા ,દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહીલ ,દશરથસિંહ ચાવડા,ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશ કાસુન્દ્રા, ભગીરથસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!