Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : વાવડી રોડ પર કબીર આશ્રમ પાછળ કેનાલ પાસેથી ઈંગ્લીશ દારૂની...

મોરબી : વાવડી રોડ પર કબીર આશ્રમ પાછળ કેનાલ પાસેથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ આજ રોજ એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા સંજયભાઇ બાલાસરાને ખાનગીરાહે બાતમી મળેલ કે મકબુલ મહેબુબભાઇ દલવાણી (રહે.મોરબી પંચાસર રોડ ન્યુ જનક સોસાયટી) વાળો વાવડી રોડ કબીર આશ્રમ પાછળ કેનાલ પાસે બાવળની કાટમાં ઇંગ્લીશદારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમીનાં આધારે રેઇડ કરી આરોપી મકબુલને ભારતીય બનાવટ ની વિદેશીદારૂની મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કીની કાચની ૭૫૦ એમ.એલ ની કંપની સીલબંધ બોટલો નંગ.૯૬ કિ.રૂ.૩૬૦૦૦/-નાં મુદામાલ સાથે ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. આ કેસમાં દારૂ આપનાર આરોપી દક્ષ અનિલભાઇ સોમૈયા (રહે-મોરબી ગાયત્રીનગર વાવડી રોડ) વાળાનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી દક્ષને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ બી.પી.સોનારા, પીએસઆઈ એસ.એમ.રાણા, પો.હેડ.કોન્સ કિશોરભાઇ મિયાત્રા, રામભાઇ મંઢ, સંજયભાઇ બાલાસરા, પો.કોન્સ.ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, આશીફભાઇ રાઉમા, સમરતસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!