પ્રાપ્ત વિગતો અનુસાર રેન્જ આઈ.જી. સંદિપસિંહ તથા જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના મુજબ જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા તથા પ્રોહીબિશન-જુગારની બદી પર અંકુશ લાવવા એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી. પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટિમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન સહદેવસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકત ખાનગી બાતમી મળી હતી કે સાંમાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે એક શખ્સ ગેરકાયદેસર હથીયાર દેશી બનાવટની પીસ્તોલ રાખી ઉભેલ છે. જેથી ચોકક્સ બાતમી વાળી જગ્યાએ કડીયા બોડીંગ પાસેથી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડએ એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી લોડેડ પીસ્તોલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતો કાર્ટીસ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૧૦૦/- નાં મુદામાલ સાથે નદીમ અબ્દુલભાઇ બ્લોચ (ઉ.વ.૨૨, રહે મકરાણીવાસ) વાળાને ઝડપી તેની વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મથકમાં આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પી.આઈ. વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી થતા એલ.સી.બી ના HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા,ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા PC ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર,નિરવભાઇ મકવાણા, વિક્રમભાઇ કુંગસીયા, વિગેરેનાઓ રોકાયેલા હતાં.