Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

મોરબી : સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયાળી કેનાલ પાસેથી સીએનજી રીક્ષા નં. જીજે-૦૧-ટીએફ-૦૩૦૫ (કિં.રૂ.૭૦,૦૦૦/-)માં ગેરકાયદેસર પ્લાસ્ટીકના જબલા નંગ ૧૨માં આશરે ૨૦૦ મી.લી. ની પ્લાસ્ટીકની કોથળી નંગ ૬૦૦માં દેશી દારૂ ૧૨૦ લીટર (કિં.રૂ.૨૪૦૦/-) સાથે આરોપી ઈશાક હાસમભાઈ બાયદાની (ઉં.વ.૧૯, રહે. વીસીપરા) વાળાને ઝડપી પાડી દેશી દારૂ તથા રીક્ષા મળી કુલ રૂ.૭૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!