મોરબી : મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાએ મોરબી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા એલસીબીનાં ઈનચાર્જ પીઆઈ એન. બી. ડાભીને માર્ગદર્શન અને સુચના આપતા આજરોજ એલસીબી હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મૈયડ તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા તથા નીરવભાઈ મકવાણાને મળેલ બાતમીનાં આધારે લાતી પ્લોટમાં જોન્શનનગર શેરી નં. ૭-૮ની વચ્ચે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬૮(કિં.રૂ.૬૩,૦૦૦/-) સાથે સદામભાઈ અબ્બાસભાઈ કચ્ચા (ઉ.વ.૨૮) ને ઝડપી પાડી આરેપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મુસ્તુફા ઓસમાણભાઈ ઘાચી (રહે.પંચાસર રોડ, ભરતપરા, મોરબી) વાળા મારફત મંગાવેલ હોવાનું ખુલતાં તેની સામે પણ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એલસીબીનાં ઈનચાર્જ પીઆઈ એન. બી. ડાભી, પો.હેડ.કોન્સ. સંજયભાઈ મૈયડ, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા તથા નીરવભાઈ મકવાણા, પેરોલ ફર્લો સ્કવોડ એએસઆઈ રસિકભાઈ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંદ્રકાંતભાઇ વામજા સહિતનાઓ રોકાયેલા હતાં.