પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જે. એમ. આલની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના હરેશભાઈ આગલ અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે મોરબી તાલુકાના મકનસર, ભક્તિનગર-૨, રેલ્વે સ્ટેશન નજીક રહેતો અશોકભાઈ બાબુભાઈ ખાંભલાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો કરી ત્યાંથી કબુતરખાનામાં છુપાવીને રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૯૫ કિંમત રૂ.૩૧,૯૫૦ ના મુદામાલ સાથે આરોપી અશોકભાઈ બાબુભાઈ ખાંભલાને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂનો જથ્થો આરોપી જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (રહે. મકનસર) વાળાએ તેને છુપાવવા માટે આપેલ હોવાની કબુલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.