પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૬નાં રોજ મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપ સામેથી આરોપી અજીતભાઈ બચુભાઈ બળોધરા (ઉં.વ.૨૯, રહે. કુબેર ટોકીઝ પાસે, મફતીયાપરા, મોરબી) વાળાને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૦૨ કિં.રૂ.૬૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.