મોરબી નગરપાલિકાનું બજેટ કોરોનાને કારણે પાંચ મહિના મોડું મળ્યું હતું અને બજેટ બોર્ડ મળ્યું ના હોય જેથી અનેક વિકાસ કાર્યોને બ્રેક લાગેલી હતી તો આજે મળેલ બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે જેથી ચાલુ વર્ષના વિકાસકાર્યોને થંભી જશે અને નર્કાગાર સ્થિતિમાં વધારો થશે તે નક્કી છે
આજે પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને મળી હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના ૧૮-૧૮ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જે સાધારણ સભામાં શરૂઆતથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બજેટ મંજુર કરાવવા વિપક્ષ ભાજપે મતદાનની માંગ કરી હતી તો મતદાનમાં બજેટના તરફેણમાં માત્ર ૧૪ મત જયારે વિરોધમાં ૧૮ મત પડ્યા હતા અને બજેટ નામંજૂર થતા વિકાસ કાર્યો અટકી પડશે
મોરબી પાલિકાના કાયમી કર્મચારીઓના આવેલ રાજીનામાં મંજુર કરવા, એમ્પ્લોયઝ યુનિયનની અરજી મુજબ કર્મચારીઓને ડ્રેસ આપવા, ઝુલતા પુલ અંગે યોગ્ય નિર્ણય કરવા, પવડી વિભાગના જરૂરી માલસામાન ખરીદ કરવા અને રીપેરીંગ કરવાનો ખર્ચ મંજુર કરવા, ભૂગર્ભ ગટર વિભાગના રીપોર્ટ મુજબ પમ્પીંગ સ્ટેશન અને ભૂગર્ભ કુંડીઓ અને મેંન હોલના કવર ખરીદ કરવા તથા રીપેરીંગ કરવાના કામનું ખર્ચ મંજુર કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી જેમાં ઝુલતા પુલ મામલે ઓરેવા કંપની તરફથી આવેલ અરજી સંદર્ભે ભાડામાં વધારો ના કરવાના સુધારા સાથે એજન્ડાને મંજુરી અપાઈ હતી તો મોરબીના સામાકાંઠે એક રોડનું નામકરણ કરાયું છે મહારાણા પ્રતાપની પ્રતિમા આવેલી છે તે રોડની અરજી મંજુર કરીને રોડનું મહારાણ પ્રતાપ રોડ નામકરણ કરવામાં આવ્યું છે
મોરબીની હાલત આજે અતિ દયનીય છે હોનારત સમયે જેવા પાણી ભર્યા હતા તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળે છે અને પાલિકા પ્રજાના પૈસે કરોડોના ખર્ચ કરતી હોય છતાં પ્રજાની આવી સ્થિતિ હોય જેથી વિપક્ષનું કામ અમે કર્યું છે અને બજેટ નામંજૂર કરાવ્યું છે જેમાં પ્રજાની જીત છે
આજની સાધારણ સભા અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં બજેટ નામંજૂર કરાયું છે જેથી ચાલુ વર્ષમાં વિવિધ કામો માટે બજેટ જોગવાઈઓ ના થવાથી અનેક્ક વિકાસકામો થંભી જસે.