મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મારા મારીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષની નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને સુરત જિલ્લાના કોસંબા પાસે નેશનલ હાઇવે પર આવેલ નગીના હોટેલ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના જોધપુર બિલાડા તાલુકાના ખારીયા મીઠાપુરનો આરોપી ૪૨ વર્ષીય રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નનોઈને સુરત જિલ્લાના કોસંબા પાસે નેશનલ હાઇવે પર આવેલ નગીના હોટેલ ખાતેથી હસ્તગત કરી તપાસ માટે મોરબી લાવી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.