મોરબી જીલ્લામાં ઉત્તરાયણની મજા ફીકી પડી : બપોર બાદ પવન દેવતાની અવર જવરથી પતંગ રસિયાઓના રંગમાં ભંગ પડ્યો
મોરબી જીલ્લામાં કોરોના બાદ થોડા અંશે ભયમુક્ત અને પરિવાર સાથેનો 2021ના નવા વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે મકરસંક્રાંતિ આજે ઉજવ્યો છે પરંતુ યુવાનો કરતા મહિલાઓ અને યુવતીઓએ જ જાણે આ વર્ષે મકરસંક્રાંતિ ઉજવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં બપોર સુધી આકાશમાં પવન દેવતાની ગેરહાજરી જોવા મળી હતી જેના લીધે પતંગ રસિયાઓ અગાશી પર ચડતાની સાથે જ ખેંચી ખેંચીને થાકી ગયા હતા છતાં સુરજ માથે આવ્યો પરન્તુ પતંગ આકાશમાં દેખાઈ ન હતી જો કે બપોર બાદ પવનદેવતાની પાંખી હાજરી થતાં 3 વાગ્યાથી ચાર વાગ્યા સુધી આકાશમાં પતંગો જોવા મળ્યા હતા જો કે બાદ પાછી પવન દેવતા જેમ હાજરી પુરાવવા માટે જ આવ્યા હોય તેમ પવન પડી જતાં પતંગ રસિયાઓનાના રંગ માં ભંગ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દાન નું પણ મોટી મહત્વ ગણવામાં આવે છે જેના પગલે લોકોએ દાન પણ કર્યું હતું ત્યારે આજે કોરોના પછીનો તહેવાર ફક્ત ટ્રાયલ માટે આવ્યો હોય તેમ લોકોએ ઉજવી મકરસંક્રાંતિની મજા લીધી હતી જો હજુ સુધી સદભાગ્યે કોઈ અગમ્ય બનાવ સામે આવ્યો નથી જે ખુશીની વાત છે પતંગ ન ચગતા અમુક લોકોએ ફટાકડા ફોડી અને ઊંધિયું સહિતની જુદી જુદી વાનગીઓ ખાઈને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.
તો બીજી બાજુ કોઈ અણબનાવ પણ ન બનતા લોકોમાં પણ શાંતિ જોવા મળી હતી આજના દિવસે મોરબીના લોકો 11500 કિલોથી વધુ ઊંધિયું,ખાંડવી અને બટેકા નો ભોગ લઈ ગયા હતા ત્યારે એકંદરે ઊંધિયું વહેંચતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એકંદરે દર વર્ષ કરતા આ વર્ષે ઊંધીયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે તેની સાપેક્સમાં ઊંધીયાનું વેચાણ વધ્યું હતું.