Friday, December 27, 2024
HomeGujaratપાંચ ચોરાઉ મોટર સાઇકલ સાથે એક શખ્સ ને ઝડપી લેતી મોરબી પોલીસ

પાંચ ચોરાઉ મોટર સાઇકલ સાથે એક શખ્સ ને ઝડપી લેતી મોરબી પોલીસ

મોરબી માં બાઇક ચોરી ના બનાવો દિવસે દિવસે વધી રહ્યા જેમાં આજ કાલ માં યુવાનો પણ પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરી ના રવાડે ચડી જતા હોય છે પણ પોલીસ પણ આવા અવડા રવાડે ચડેલા અને ચોરી કરતા લોકો ને ઝડપી પાડી ને એને કાયદા નું ભાન કરાવવા માટે હમેશા સક્રિય રહે છે .

- Advertisement -
- Advertisement -

એ જ રીતે આજે મોરબી પોલીસ દવારા માળીયા ફાટક નજીક થી ચોરી ના પાંચ મોટરસાયકલ સાથે એક યુવાન ને ઝડપી લેવામાં આવ્યો હતો .મોરબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હોય એ દરમિયાન ચોક્ક્સ બાતમી ના આધારે આરોપી અક્ષય રાજેશભાઇ કોપ્રાણીયા ઉ.વ.20 વાળા ને માળીયા ફાટક પાસે અટકાવી ને મોટરસાઇકલ ના કાગળો માંગવામાં આવ્યા હતા જેથી પોલીસ ને આરોપી તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા વધુ પુછપરછ કરતા આરોપી એ છેલ્લા એક વર્ષ માં અલગ અલગ વિસ્તારો માંથી કુલ પાંચ જેટલા બાઇક ચોરી કર્યા નું કબુલ્યું હતું.આ આરોપી અગાઉ પણ ભંગાર ચોરી ના ગુના માં હળવદ પોલીસ સ્ટેશન મા ઝડપાઇ ચુક્યો છે.

મોરબી પોલીસ દ્વારા ચોરી થયેલ પાંચ બાઇક રિકવર કરી ને આગળ ની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!