મોરબીમાં મારામારી, લુંટ તથા અપહરણ સહિતના ગુન્હામાં સંડોવાયેલા આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામી સુરત જેલહવાલે ધકેલવામાં આવ્યો છે.
વિગત મુજબ મોરબીમાં અવારનવાર મારામારી, લુંટ તેમજ અપહરણ જેવા ગુન્હામાં પકડાયેલ ઇસમ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામાં રહે. મોરબી સીપાઇવાસ, જમાદાર શેરીવાળા શખ્સ વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી, મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા, જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા આ આરોપીની અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામા આવેલ છે.









