મોરબીમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યારે આ રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનારા લોકો સામે લાલ આંખ કરી મોરબી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન તથા બી ડીવીઝન પોલીસ દ્વારા રાત્રિ કર્ફ્યુની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગતરાત્રે રાત્રી કફર્યુ દરમ્યાન ગેંડા સર્કલ પાસે અગત્યનાં કામ વગર આંટાફેરા કરતાં ૪૦થી વધુ લોકોને ઝડપી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાવડી રોડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ રોડ અને રવાપર રોડ તેમજ સોઓરડી રોડ ઉપરથી ૬થી વધુ લોકોને પણ ઝડપી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વજેપર મેઈન રોડ ઉપર પાન માવાની દુકાન ખુલ્લી રાખનાર વેપારી, રવાપર ગામ હનુમાનજી મંદિર પાસે ત્રણ ફ્રૂટની લારી ખુલ્લી હોવાથી આ તમામ સામે કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત, મોરબી જિલ્લામાં દિવસ દરમ્યાન નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરતા રીક્ષાચાલકો તેમજ ખાનગી વાહનો અને જાહેરમાં માસ્ક વગર નીકળેલા લોકો સામે પણ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી તો મોરબીના વીસી ફાટક, વિશિપરા મેઈન રોડ ઉપર, માળીયા ફાટક પાસે, ધુંટુ ગામે બાપા સીતારામ મઢુંલી પાસે, જુના ઘુંટું રોડ ઉપર, મોરબી વાંકાનેર નેશનલ હાઇવે, માળીયાના વાગડીયા ઝાંપા પાસે માસ્ક પહેર્યા વગર નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરતા ડઝનેક પેસેન્જર રીક્ષાચાલકો સામે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. તેમજ મોરબી વાંકાનેર હાઇવે, ઢુંવા માટેલ રોડ ઉપર જય અંબે સેલ્સ કાપડની દુકાન, રવિ રાંદલ ગેરેજ, પાઉભાજીની લારી, રેડીમેન્ટ કાપડની દુકાન ચલાવતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે માસ્ક ન પહેર્યું હોય તેમજ વિવિધ રોડ ઉપર માસ્ક વગર નીકળેલા લોકો અને બાઈક, કાર સહિતના વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.