મોરબીમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેને પગલે મોરબીમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે છતાં પણ અમુક લોકો આ રાત્રી કર્ફ્યુ અને કોરોના ગાઈડલાઈન્સનો ઉલાળીયો કરતાં નઝરે ચડે છે ત્યારે મોરબીમાં ગતરાત્રે કર્ફ્યુ ભંગ બદલ રીક્ષા તેમજ બાઈક અને ચાલીને લટાર મારવા નીકળેલા ૧૨ જેટલા લોકો તેમજ મોરબીમાં દિવસ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ છકડો રીક્ષા તેમજ સીએનજી રીક્ષા સહિત ૫ રીક્ષાચાલકો, કેશિયો પાર્ટીના માલિક, નાળિયેરના લારીધારક, માસ્ક વગર નીકળેલા ૨ લોકો, વાંકાનેરમાં દિવસ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ મહાવીર સિઝન સ્ટોર દુકાનના માલિક તેમજ અન્ય દુકાનદાર, ૬ જેટલી રિક્ષાના ચાલકો, એક બાઈકચાલક, માસ્ક વગર નીકળેલા ૩ લોકો, ટંકારામાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ ૨ ઇકો કારચાલકો તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉલાળીયો કરનાર પ્લાસ્ટિકની લારીના ધારક સામે પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી.