મોરબીના બી ડિવિઝન પોલીસ મથકના સુરજ ભજવતા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જીવણભાઈ ડાંગર તથા કોન્સ્ટેબલ લાલભાઈ રઘુભાઈ ચૌહાણ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ નારણભાઈ ગોખરુ એમ બધા સર્કિટ હાઉસ તરફથી ઉમા ટાઉનશીપ રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચતા તે દરમિયાન રોડ ઉપર નીચેના ભાગે લેધર બેગ સારી હાલતમાં પડેલ હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ લાલભા ચૌહાણ ને જોવામાં આવતા શંકા જતા ઉભા રહી તે લેધર તપાસ થતી મા રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર તથા એક આઇપેડ તથા એક પેન ડ્રાઈવ મળી આવતા તથા એક ડાયરી એમ વસ્તુઓ જોવામાં આવતા કોઈ રાહદારીનો કીમતી સામાન હોય જેથી જરા પણ વિચારીએ વગર પ્રમાણિકતા દાખવી તેના માલિક બાબરા તપાસ કરતા માલિક પાર્થભાઈ જયંતીભાઈ કાલરીયા (ઉંમર વર્ષ 28 રહે શનાળા રોડ મોરબી) વાળા નું હોય ત્યારે ખરાઈ કર્યા બાદ તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમને તેમનું લેધર નું બેક પરત કરવામાં આવ્યું હતું.