મોરબીનાં વાવડી રોડ ઉપર નવ માસ પહેલા કબાટની ચાવી બનાવવાનાં બહાને સોનનાં દાગીના ની થયેલ ચોરીનો ભેદ ઉકેલી એકને ઝડપી પાડતી મોરબી એલસીબી ટીમ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજથી આશરે ૯ માસ પહેલા મોરબી વાવડી રોડ ,જીવનજ્યોત સોસાયટીમાં રહેતા ફરિયાદી ગીતાબેન મનસુખભાઈ ના ઘરે બે સરદારજી જેવા અજાણ્યા ઈસમો કબાટની ચાવી બનાવવા બહાને આવી ચાવી બનાવતા સમયે કબાટમાં બીજી ચાવી ફસાવી ફરીયાદીની નજર ચૂકવી કબાટની તિજોરી માં રાખેલ સોનાનું મંગળસૂત્ર, સોનાના પાટલા નંગ 2,સોનાનો પેન્ડલ સેટ 1 એમ કુલ મળી કિંમત રૂપિયા 2,70,000ના દાગીનાની ચોરી કરી લઈ ગયાની મોરબી સીટી એ ડિવિઝન પો.સ્ટે.માં ફરિયાદ નોંધવામાં આવેલ હતી. જે ગુના ની શોધખોળ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પો. હેડ. કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કલોતરા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, સતિષભાઇ કાંજીયા સહિનાઓની ટીમ બનાવી સુરત શહેર ખાતે તપાસમાં મોકલતા સુરત ડી.સી.બી.પોલીસ સ્ટાફની મદદ લઈ ગુનાને અંજામ આપનાર આરોપી પ્રધાનસીંગ બખ્તાવરસીંગ ખીચી(ચીકલીકર) રહે. સુરત, ઉદ્યાન પ્રભુનગર વાળાને ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો રૂપિયા 2,70,00ના દાગીનાની ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.