Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી પોલીસ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી પોલીસ

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાને સુચન કરતા જે અન્વયે એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી તથા પીએસઆઈ એન.એચ.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા કાર્યરત હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેના નોંધાયેલાં ગુના રજીસ્ટર નમ્બર ૦૦૬૪/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એ.ઇ,૧૧૬બી,૮૧ મુજબનો ફરાર આરોપી ધનરાજસિંહ હરદેવસિંહ જાડેજા( રહે. મોટી ચીરઇ તા.ભચાઉ જી.કચ્છ) વાળો વાંકાનેર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ છે જેથી તુરંત મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમ દ્વારા બાતમીને આધારે ઉપરોક્ત સરનામે વોચ ગોઠવતા વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી નાસતા ફરતા આરોપી ધનરાજસિંહ ને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ હતો.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી, એલસીબી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, પોલાભાઇ ખાંભરા, ચંદ્રકાંતભાઇ વામજા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા,દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ ફુગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!