અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત તા.25 જાન્યુઆરીના રોજ બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કરતા ગોળીએ કિશન ભરવાડ નો જીવ લઈ લીધો હતો આ પ્રકરણમાં નવા નવા ઘટસ્પોટ થઈ રહયા છે તેની વચ્ચે હથિયાર આપનાર રાજકોટના અજીમ બચા સમાનો ભાઈ વસીમ બસીરભાઈ સમાં અને ઇકબાલ યુસુફભાઈ નામના ઇસમોની મોરબી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી.
ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા કરવામાં આવતા આ ઘટનાને પગલે ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. પર આ હત્યા કેસ ઝડપથી ઉકેલવા પોલીસ દ્વારા તપાસનો ધમધામટ ચાલી રહ્યો છે તેવામાં હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓને હથિયાર રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમાએ હથિયાર આપ્યું હોવાની શંકા ને પગલે અજિમ સમા ગઇકાલ રાતથી ફરાર થયો હોવાની વિગત સામે આવી હતી. આ દરમિયાન અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાંની આજે મોરબી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ગોહિલ સહિતની ટિમ વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઈ જવા રવાના થઈ છે. જ્યારે ઇકબાલ યુસુફભાઇની મોરબી પોલીસે અટકાયત કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ વાંકાનેર મોરબી જીલ્લામાં અજીમ સમાની તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.જેમાં અજીમ સમાને પકડવા તેના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાંની અટકાયત કરી તપાસ શરૂ કરાઇ છે.