Friday, December 27, 2024
HomeGujaratધંધુકા હત્યા પ્રકરણને પગલે મોરબી પોલીસ એલર્ટ મોડ પર: ભડકાવ પોસ્ટ મુકનાર...

ધંધુકા હત્યા પ્રકરણને પગલે મોરબી પોલીસ એલર્ટ મોડ પર: ભડકાવ પોસ્ટ મુકનાર પર પોલીસની બાજ નજર

અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે થયેલ યુવાનની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમુક આવારા તત્વો દ્વારા શાંતી ડહોળવા અને કોમ–કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેર શાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મોરબી પોલીસ પણ એલર્ટ મોડ પર આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસે જાહેર જનતાને અપલી કરી જણાવ્યું કે કોઇ પણ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે . તેમજ મોરબી જીલ્લાના સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી રહેલ છે અને જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!