Wednesday, January 22, 2025
HomeGujarat૧૫ વર્ષનાં માનસિક દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી પોલીસ

૧૫ વર્ષનાં માનસિક દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના અતુલ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝન અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવી છે. જેઓએ આજે એક સરાહનીય કામ કરી બતાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM” PI એમ.પી.પંડ્યાનાઓના સુચના મુજબ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક જાગૃત નાગરીકે પોલીસને ફોન કરી જણાવેલ કે, મોરબી પુનમ કેસેટ ચોક પાસે એક મંદ બુધ્ધિનુ બાળક બેઠેલ છે. જે તેના માતા-પિતાથી વિખોટું થઇ ગયું છે. અને તેને માતા પિતા બાબતે પુછપરછ કરતા કોઇ જવાબ આપી શકતો નથી. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી બાળકને લઇ જય તેના માતા-પિતા મળે ત્યા સુધી મોરબી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે રાખવામાં આવેલ હતો. આને આખરે સર્કિટ હાઉની બાજુમાં ભારતનગર ઉમાટાઉન શીપમાં રહેતા બાળકના વાલી લાલતાપ્રસાદ સુંદરલાલ ઉપાધ્યાય મળી આવ્યા હતા. જેથી તેમને ફોન કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને બાળક સોંપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!