Wednesday, April 24, 2024
HomeNewsTankaraછ વર્ષ પહેલાં ગુમ થયેલી યુવતીને શોધી કાઢતી મોરબી પોલીસ

છ વર્ષ પહેલાં ગુમ થયેલી યુવતીને શોધી કાઢતી મોરબી પોલીસ

મોરબી જિલ્લામાં ગુમ થયેલા તેમજ અપહરણનો ભોગ બનેલા બાળકો, સગીર અને મહિલાઓનો લાંબા સમયથી પત્તો લાગતો ન હોવાથી આ લોકોને તાત્કાલિક શોધી કાઢવા માટે ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચના હેઠળ નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમ બનનાવવામાં આવી છે. ત્યારે ટંકારાના કાગદડી ગામે રહેતી હેમાક્ષીબેન પ્રફુલભાઈ લિંબાસીયા (ઉ.વ. 19) નામની યુવતી ગત તા. 16/12/2014 ના રોજ ગુમ થયેલ હતી. છેલ્લા છ વર્ષથી આ યુવતીનો પતો ન લાગતા અંતે આ યુવતીને શોધી કાઢવાની નાયબ અધિક્ષક મોરબી વિભાગની ટીમને સૂચના આપવામાં આવી હતી. આ અંગેની તપાસ દરમ્યાન ગુમ થનાર યુવતી રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર હોવાની હકીકત મળતા નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટીમે ત્યાં પહોંચી આ યુવતીનો કબ્જો મેળવી તેના પરિવારને સોંપવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!