Monday, November 25, 2024
HomeGujaratMorbiમોરબી પોલીસે માનસિક અસ્થિર મહિલાના બાળકને દત્તક માનવતા દાખવી : બેંકમાં ખાતું...

મોરબી પોલીસે માનસિક અસ્થિર મહિલાના બાળકને દત્તક માનવતા દાખવી : બેંકમાં ખાતું ખોલી બાળકને ભણાવવામાં આવશે : ઠેર ઠેર થી શુભેચ્છાઓ નો ધોધ

સામાન્ય રીતે પોલીસ શબ્દ માં કઠોરતા જોવા મળે છે પરંતુ આ કઠોરતા પાછળ રહેલો મર્મ અને કરૂણતા પણ છુપાયેલી હોય છે આ વાતને આજે મોરબી જીલ્લા પોલીસે એક બાળકને દત્તક લઈ તેની તમામ જવાબદારી ઉપાડીને સાર્થક કરી દીધું છે.

- Advertisement -
- Advertisement -

આ વાતની ઉંડાણપૂર્વક વિગત જોઈએ તો મોરબી ના હળવદ ખાતે માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયું હતું જેનો વિડીયો વાયરલ થયો હતો અને બાદમાં પોલીસે વિડીયો બનાવનાર અને દુષ્કર્મ આચારનારની ધરપકડ કરી હતી જો કે આ વીડિયોમાં એક બાળક પણ નજરે પડી રહ્યું હતું આ બાળકનું શુ થશે એ મોટો પ્રશ્ન તમામ લોકોના મનમાં હતો જેમાં આ ગુનાની તપાસ દરમ્યાન મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ,એલસીબી પીઆઈ વી બી જાડેજા,એસઓજી પીઆઈ જે એમ આલ,મોરબી સીપીઆઈ આઈ એમ કોંઢિયા,મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા,હળવદ પીઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા મળી અને આ બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો હતો અને સર્વ સંમતિથી લેવાયેલા નિર્ણયને ગુજરાત ડીજીપી આશિષ ભાટીયા અને રેન્જ આઈજી ને પણ જાણ કરવામાં આવતા તેઓએ પણ મોરબી પોલીસની કામગીરીને ઉમદા ગણાવી હતી અને લીલી ઝંડી આપી હતી જેમાં ઉપરી અધિકારીઓની વિધિવત મંજૂરી મળી ગયા બાદ મોરબી એસપી, ડીવાયએસપી,પીઆઈ,સીપીઆઈ, પીએસઆઇ સહિતની ટીમે બાળકને દત્તક લઈ અને તેના જીવન જીવવાથી લઈને સારી શાળામાં એડમિશન કરવી ભણાવવાની જવાબદારી લીધી હતી સાથે જ આ બાળક માટે તેના જ નામનું બેન્ક એકાઉન્ટ ખોલી અને તેમાં ફંડ એકત્ર કરવાનું નક્કી કર્યું છે મોરબી પોલીસની આવી ઉમદા જાહેરાત ના પગલે ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસવા માંડ્યો હતો ત્યારે પોલીસે શાળા ખુલતાની સાથે જ બાળકને સારી સ્કૂલમાં એડમિશન લેવડાવી આગળના ભવિષ્ય નો વિચાર કરવા કમર કસી લીધી છે ત્યારે ઘટના બાદ બાળકનું શુ થશે ? એ મોટો પ્રશ્ન હતો અને આ વાતને વાચા આપી હતી જે પ્રશ્ન પર મોરબી પોલીસે બાળકને દત્તક લઈને પૂર્ણ વિરામ મૂકી દીધું છે મોરબી પોલીસની આ કામગીરીને તમમાં લોકો વખાણી છે ત્યારે મોરબી એસપીએ મીડિયાનો પણ આભાર વ્યક્ત કરી અને આ પ્રશ્નમાં સાથ આપવા અને ધ્યાન દોરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો મોરબી પોલીસે બાળકને દત્તક લઈ પોલીસ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર હોય છે એ સાબિત કરી દીધું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!