જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતો અને પ્રાથમિક શાળાઓ ખાતે યોજાશે ક્લસ્ટર અનુસાર કેમ્પ.
૨૫ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી વિવિધ સરકારી સુવિધાઓનો ત્વરિત નિકાલ કરાશે.
મોરબી જીલ્લાના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો તથા વિવિધ વિભાગીય દાખલા-પ્રમાણપત્રો સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે માટે મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા ‘સેવા સેતુ ૨.૧’ (ગ્રામ્ય) ના બીજા તબક્કાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ગ્રામ્ય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંયુક્ત સંચાલન હેઠળ વિવિધ ગ્રામીણ ક્લસ્ટર્સ ખાતે સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન સેવા સેતુ કેમ્પોનું આયોજન કરાયું છે. જે અન્વયે તા. ૨૫/૦૯/૨૦૨૬, શુક્રવારના રોજ થોરાળા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં અમરાપર, નાગલપર, મોટી વાવડી, બગથળા, બીલીયા, કાંતિપુર, માણેકવાડા, પંચાસર, ચાંચાપર, રાજપર, થોરાળા,ગાંધીનગર ખાનપર સહિતના ગામના સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઊંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં આંદરણા, નીચી માંડલ, ઊંચી માંડલ, વાંકડા, ખરેડા, ઝીંકીયાળી, લાલપર, લખધીરપુર, કાલિકાનગર, ઘુંટુ, ચકમપર, જીવાપર, શનાળા(ત) અને કેશવનગર સહિતના ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
તા. ૦૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં અણિયારી, જેતપર, રંગપર, બેલા, સાપર, રાપર, જશમતગઢ, ગાળા, વાઘપર, પીલુડી, પીપળી,નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા અને બહાદુરગઢ સહિતના ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત પીપળીયા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં બરવાળા, જેપુર, ખેવાળીયા, ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, ખાખરાળા, લુંટાવદર, પીપળીયા અને ગુંગણ, કૃષ્ણનગર સહિતના ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
તા. ૦૯/૧૦/૨૦૨૬, શુક્રવારના રોજ હજનાળી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં હજનાળી, મોડપર, રાજપર(કું), ફડસર, ખારચિયા, વીરપરડા, ઓમનગર, જીવાપર, ફાટસર, કેરાળી સહિતના ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત રામગઢ કોયલી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં આમરણ, ડાયમંડનગર, બેલા (આ.), રામપર પાડાબેકર, ઝીંઝુડા, ઉટબેટ શામપર, સોલંકીનગર, કોયલી, ધૂળકોટ, બાદનપર (આ.)અને રામગઢ કોયલી સહિતના ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
આ કેમ્પોમાં રેવન્યુ તલાટી, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, પી.એચ.સી. સ્ટાફ સહિતના તમામ પાયાના કર્મચારીઓ ઉપસ્થિત રહીને રજૂ થતા અરજીઓ અને લોકપ્રશ્નોનો સ્થળ પર જ સરાહનીય નિકાલ કરશે. સંબંધિત ગ્રામજનોને પોતાના દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી સેવા સેતુનો મહત્તમ લાભ લેવા મોરબી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.






