વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. મતદારો નિર્ભયતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે નહીં તે માટે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો અને તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહન લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ આદેશો ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન / ધંધાના સ્થળે આવવા જવા તેમજ ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન કરનાર સજાને પાત્ર થશે.