Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબીમાં જાહેર સ્થળો ઓર રખડતા ઢોર મામલે તાત્કાલિક નિકાલ ન કરાય તો...

મોરબીમાં જાહેર સ્થળો ઓર રખડતા ઢોર મામલે તાત્કાલિક નિકાલ ન કરાય તો કોર્ટમાં જાહેરહીતની અરજી કરવાની ચીમકી

સામાજીક કાર્યકર રાજુભાઈ દવેએ નગરપાલિકાને લેખિત અરજી કરી ગાય અને રખડતા ઢોરને પકડવા ત્વરીત કાર્યવાહી કરવા જણાવ્યું જો સત્વરે પગલાં ન લેવાય તો કોર્ટમાં જાહેર હિતની પિટિશન કરવાની ચીમકી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક આગેવાન રાજુભાઈ દવે એ મોરબી નગરપાલિકા ને લેખિત અરજી કરી જણાવ્યુ છે કે મોરબીના પોશ વિસ્તાર નહેરૂ ગેટ ચોક,ગ્રીન ચોક,પારેખ શેરી,સેવા સદન, ગેસ્ટ હાઉસ રોડ,શનાળા રોડ,પાડાપુલ પર પણ રખડતાં ઢોરનો અસહ્ય ત્રાસ છે તો ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને નિકળવું પણ મુશ્કેલ થઈ જાય છે

આવા રખડતા અડિંગા જમાવીને બેસતાં આખલાઓ વચ્ચે યુદ્ધના લીધે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાં છે અને ચાર જેટલા વ્યક્તિઓ મોતને પણ ભેટયા પણ છે તો જાહેરમાર્ગો વચ્ચે બેઠેલા રખડતા ઢોરના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે તો બીજી બાજુ આવી તકલીફ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી એટલું જનહીં નગરપાલિકામાં રખડતાં ઢોર પકડવાના સાધનો પણ છે

આ અબોલ પશુઓને યોગ્ય સ્થાને મુકવા કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતાં ત્યારે જો આગામી સમયમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મામલે આગામી સમયમાં કોર્ટમાં જાહેરહીતની અરજી કરવાની ચીમકી આપી છે જો કે પાલિકા દ્વારા એકશન પ્લાન બનાવ્યો હોવાનું નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા મોરબી મીરરની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું પરંતુ હવે આગામી સમયમાં આ રખડતાં ઢોરને પકડવા એકશન પ્લાન જાહેર કરી લાગુ કરવામાં આવે એ અત્યંત જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!